પ્રકાશન તારીખ: 25-11-2021
નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશને આજે ગુજરાતના નવસારી જિલ્લામાં કાસ્ટિંગ યાર્ડમાં ૪૦ મીટર લાંબા પ્રથમ ફુલ સ્પાન પ્રી-સ્ટ્રેસ્ડ કોંક્રિટ (પીએસસી) બોક્સ ગર્ડરનું નિર્માણ કર્યું. આ ગર્ડર NHSRCLના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સતીશ અગ્નિહોત્રી, ભારતમાં જાપાનના દૂતાવાસના મંત્રી (આર્થિક અને વિકાસ) શ્રી મિયામોટો શિંગો, JICA ઇન્ડિયા ઓફિસના મુખ્ય પ્રતિનિધિ શ્રી સૈતો મિત્સુનોરી, L&Tના ડિરેક્ટર શ્રી એસ.વી. દેસાઇ અને NHSRCLના ડિરેક્ટર (પ્રોજેક્ટ) શ્રી રાજેન્દ્ર પ્રસાદની હાજરીમાં બનાવવામાં આવ્યું હતું.
આ ૪૦ મીટરના ફુલ સ્પાન બોક્સ ગર્ડરનું વજન લગભગ ૯૭૦ મેટ્રિક ટન હતું, જેમાં ૩૯૦ ઘનમીટર કોંક્રિટ અને ૪૨ મેટ્રિક ટન સ્ટીલનો સમાવેશ થતો હતો. આ ૪૦ મીટરના ફુલ સ્પાન બોક્સ ગર્ડરને ૧ નવેમ્બર ૨૦૨૧ના રોજ એક જ ટુકડામાં એટલે કે કોઈપણ બાંધકામ જોઈન્ટ વિના બનાવવામાં આવ્યું હતું. આ ભારતના બાંધકામ ઉદ્યોગમાં સૌથી ભારે પીએસસી બોક્સ ગર્ડર પણ છે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે વાયડક્ટના બાંધકામને ઝડપી બનાવવા માટે, NHSRCL ફુલ સ્પાન લોન્ચિંગ પદ્ધતિ અપનાવી રહ્યું છે.
પ્રિકાસ્ટ ગર્ડરને સ્ટ્રેડલ કેરિયર દ્વારા સ્ટેકીંગ યાર્ડમાંથી ઉપાડવામાં આવ્યો હતો અને પૂર્વનિર્ધારિત સ્થાન પર ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી તેને બ્રિજ ગેન્ટ્રી દ્વારા ઉત્થાન માટે ઉપાડવામાં આવ્યો હતો. આ એક તકનીકી પ્રક્રિયા છે જેમાં ઉચ્ચ સ્તરની ચોકસાઈ અને કુશળતાની જરૂર છે. ત્યારબાદ 40 મીટર ફુલ સ્પાન ગર્ડરને MAHSR કોરિડોરના ચેઇનેજ 238 પર પિયર P11 અને P12 વચ્ચે મૂકવામાં આવ્યું હતું. થાંભલાઓની ઊંચાઈ જમીનના સ્તરથી 13.4 મીટર છે.
વાયડક્ટના બાંધકામને ઝડપી બનાવવા માટે, સબસ્ટ્રક્ચર અને સુપરસ્ટ્રક્ચરનું બાંધકામ સમાંતર રીતે હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે સબસ્ટ્રક્ચર એટલે કે પાઇલ, પાઇલ કેપ, પિયર અને પિયર કેપનું કામ પ્રગતિમાં છે, ત્યારે સુપરસ્ટ્રક્ચર માટે, ફુલ સ્પાન ગર્ડર્સ અને સેગમેન્ટલ ગર્ડર્સ નાખવા માટે એલાઇનમેન્ટ સાથે કાસ્ટિંગ યાર્ડ વિકસાવવામાં આવ્યા છે જેથી તેમને કાસ્ટ પિયર કેપ્સ પર ભારે મશીનરીનો ઉપયોગ કરીને લોન્ચ કરી શકાય.
૩૦, ૩૫ અને ૪૦ મીટરના ફુલ સ્પાન ગર્ડર્સ નાખવા માટે એલાઇનમેન્ટ સાથે ત્રેવીસ (૨૩) કાસ્ટિંગ યાર્ડ વિકસાવવામાં આવી રહ્યા છે. દરેક કાસ્ટિંગ યાર્ડ જરૂરિયાત મુજબ ૧૬-૯૩ એકર વિસ્તારમાં ફેલાયેલું છે અને હાઇ-સ્પીડ રેલ એલાઇનમેન્ટની નજીક સ્થિત છે. કાસ્ટિંગ યાર્ડ અને લોન્ચિંગ માટે ભારે મશીનરીનું આયોજન સુપરસ્ટ્રક્ચર કાસ્ટિંગ અને ઇરેક્શનની ટોચની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે કરવામાં આવ્યું છે.
ગુણવત્તાવાળા ગર્ડર્સના ઝડપી કાસ્ટિંગ માટે, દરેક કાસ્ટિંગ યાર્ડમાં રીબાર કેજ બનાવવા માટે જીગ્સ, હાઇડ્રોલિકલી ઓપરેટેડ પ્રી-ફેબ્રિકેટેડ મોલ્ડ સાથે કાસ્ટિંગ બેડ, બેચિંગ પ્લાન્ટ્સ, એગ્રીગેટ સ્ટેકીંગ એરિયા, સિમેન્ટ સિલો અને લેબર કેમ્પ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે.
મુંબઈ અમદાવાદ હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ (MAHSR) 508 કિમી લાંબો છે. 508 કિમીમાંથી, 352 કિમી ગુજરાત રાજ્ય (348 કિમી) અને દાદર અને નગર હવેલી (4 કિમી) અને બાકીનો 156 કિમી મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો છે. 352 કિમીમાંથી, 343 કિમીના સિવિલ કોન્ટ્રાક્ટ પહેલાથી જ આપવામાં આવ્યા છે. મેસર્સ એલ એન્ડ ટી ૩૨૫ કિમી લંબાઈ માટે એક્ઝિક્યુટિવ એજન્સી છે, તેમને બે પેકેજો આપવામાં આવ્યા છે - C4 (૨૩૭ કિમી) અને C6 (૮૮ કિમી).