પ્રકાશન તારીખ: 16-07-2022
નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ, ગુજરાતના વડોદરામાં આવેલી મુંબઈ, અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર (MAHSR) ની HSR ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં તાલીમ હેતુ માટે ઉપયોગમાં લેવા માટે HSR ટ્રેન (જે બુલેટ ટ્રેન તરીકે જાણીતી છે) ના તાલીમ સિમ્યુલેટરની ડિઝાઇન, ઉત્પાદન, સપ્લાય અને કમિશનિંગ માટે 'સ્વીકૃતિ પત્ર' જારી કરે છે, જ્યાં તાલીમ હેતુ માટે સેમ્પલ ટ્રેક પહેલેથી જ સ્થાપિત થયેલ છે.
તાલીમ સિમ્યુલેટર ડ્રાઇવરો, કંડક્ટરો, પ્રશિક્ષકો અને ટ્રેન/રોલિંગ સ્ટોક જાળવણી સ્ટાફને હાઇ સ્પીડ ટ્રેનોના ડ્રાઇવિંગ સિદ્ધાંતને સમજવામાં મદદ કરશે. સિંગલ ડ્રાઇવર, સિંગલ કંડક્ટર તેમજ ડ્રાઇવર, કંડક્ટર અને ડિસ્પેચર માટે એકસાથે તાલીમ આપવાનું શક્ય બનશે.
આ પેકેજ (MAHSR-TI-4) ના કાર્યક્ષેત્ર હેઠળ વડોદરા ખાતે તાલીમ સંસ્થામાં નીચેના બે પ્રકારના સિમ્યુલેટર સ્થાપિત કરવામાં આવશે:
- ક્રૂ તાલીમ માટે ટ્રેન સેટ સિમ્યુલેટર: 1(એક) સેટ
- ડ્રાઇવર કન્સોલ માટે સિમ્યુલેટર (વર્ગખંડ પ્રકાર): 10(દસ) તાલીમાર્થી+1(એક) પ્રશિક્ષક કન્સોલ
MAHSR ટ્રેનનું ડ્રાઇવિંગ કન્સોલ મોશન પ્લેટફોર્મ સાથે સિમ્યુલેટ કરવામાં આવશે.
આ પેકેજ મેસર્સ મિત્સુબિશી પ્રિસિઝન કંપની, લિમિટેડ, જાપાનને INR 201.21 કરોડના ખર્ચે આપવામાં આવ્યું છે. સિમ્યુલેટરના સપ્લાય માટેનો સમયગાળો કરાર શરૂ થયાના 28 મહિનાનો છે.