પ્રકાશન તારીખ: 12-12-2025
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે ગુજરાતના ભરુચ જિલ્લામાં આવેલાં કાંથરિયા ગામની નજીક રાષ્ટ્રીય માર્ગ-64 અને ભારતીય રેલવેની ભરુચ-દહેજ ફ્રેઇટ લાઇન ઉપર 230 મીટર (130 + 100) લાંબી સ્ટીલ બ્રિજના 130 મીટર સ્પાનનું સફળતાપૂર્વક લોન્ચિંગ પૂરું કર્યું છે.
આ સતત સ્ટીલ બ્રિજમાં 130 મીટર અને 100 મીટરના બે સ્પાન છે. 130 મીટરનો સ્પાન 9 ડિસેમ્બર 2025ના રોજ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો હતો. લગભગ 18 મીટર ઊંચાઈ અને 14.9 મીટર પહોળાઈ ધરાવતા આ બ્રિજનું વજન અંદાજે 2780 મેટ્રિક ટન છે. ગુજરાતના ભુજ સ્થિત વર્કશોપમાં તૈયાર કરાયેલા આ સ્ટીલ બ્રિજને 100 વર્ષના આયુષ્ય માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.
આ બ્રિજના નિર્માણમાં અંદાજે 1,22,146 ટોર્સ-શિયર પ્રકારના હાઈ સ્ટ્રેન્થ (TTHS) બોલ્ટ્સ, C5 સિસ્ટમ પેઇન્ટિંગ અને મેટાલિક બેરિંગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રચનાને લગભગ 14 મીટરની ઊંચાઈ પર ટેમ્પરરી ટ્રેસ્ટલ્સ પર એસેમ્બલ કરવામાં આવી અને બે સેમી-ઓટોમેટિક જેક્સ (દરેકની ક્ષમતા 250 ટન) દ્વારા આગળ ધકેલવામાં આવી.
બ્રિજ લોન્ચિંગ પ્રક્રિયા 12 કલાકમાં પૂર્ણ કરવામાં આવી, જેમાં ફ્રેઇટ રેલવે ટ્રેક પર સમયાંતરે બ્લોક અને NH-64 પર રોડ ડાયવર્ઝન કરવામાં આવ્યું. આ પગલાં સલામતી જાળવવા અને ચોકસાઈપૂર્વક કામગીરી કરવા માટે જરૂરી હતા, જેથી માર્ગ અને રેલવે કામગીરીમાં ઓછામાં ઓછો વિક્ષેપ થાય.
મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (MAHSR) પ્રોજેક્ટ આધુનિક નિર્માણ તકનીકો અને કાર્યક્ષમ વ્યવસ્થાપનનો ઉત્તમ ઉદાહરણ છે, જે ભારતના વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને આગળ ધપાવે છે.
આવા જટિલ સ્ટીલ બ્રિજોના સફળ નિર્માણથી પ્રોજેક્ટની એન્જિનિયરિંગ કુશળતા, સુરક્ષા અને સમયસર કામગીરી પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાય છે તેમજ આર્થિક વિકાસ અને કનેક્ટિવિટી વધે છે.
પૂર્ણ થયેલ સ્ટીલ બ્રિજોની વિગતો
| ક્રમ નં. |
સ્થાન |
સ્ટીલ બ્રિજની લંબાઈ (મીટરમાં) |
સ્ટીલ બ્રિજનું વજન (MT) |
| 1 |
નેશનલ હાઈવે 53, સુરત, ગુજરાત |
70 |
673 |
| 2 |
વડોદરા-અમદાવાદ મુખ્ય રેલવે લાઇન, નડિયાદ, ગુજરાત |
100 |
1486 |
| 3 |
દિલ્હી-મુંબઈ નેશનલ એક્સપ્રેસવે, વડોદરા નજીક, ગુજરાત |
230 (130 + 100) |
4397 |
| 4 |
સિલવાસા, દાદરા અને નગર હવેલી |
100 |
1464 |
| 5 |
વેસ્ટર્ન રેલવે, વડોદરા, ગુજરાત |
60 |
645 |
| 6 |
બે DFCC ટ્રેક અને બે વેસ્ટર્ન રેલવે ટ્રેક, સુરત, ગુજરાત |
100, 60 |
2040 |
| 7 |
બે DFCC ટ્રેક, વડોદરા નજીક, ગુજરાત |
70 |
674 |
| 8 |
DFCC ટ્રેક, ભરૂચ નજીક, ગુજરાત |
100 |
1400 |
| 9 |
NH-48, નડિયાદ નજીક, ગુજરાત |
2 × 100 |
2884 |
| 10 |
રેલવે સુવિધા (લૉન્ડ્રી), અમદાવાદ, ગુજરાત |
60 |
485 |
| 11 |
કેડિલા ફ્લાયઓવર, અમદાવાદ, ગુજરાત |
70 |
670 |
| 12 |
NH-64 અને ભરૂચ-દહેજ ફ્રેઇટ લાઇન, ભરૂચ, ગુજરાત |
સ્પાન 1 : 130 મી. (પૂર્ણ)
સ્પાન 2 : 100 મી. (પ્રગતિમાં)
|
2780 MT
-
|